Rating:
0
SHRI GAUTAM GOTRANI KULADEVI SHRI SHAKATAMBIKA MATA

SHRI GAUTAM GOTRANI KULADEVI SHRI SHAKATAMBIKA MATA

શ્રી ગૌતમગોત્રની કુળદેવી શ્રી શકટાંબિકા માતા

by SHRI HEMANTKUMAR GAJANAN PADHYA, SWASTIKANAND (write a review)
Type: Print Book
Genre: Religion & Spirituality
Language: Gujarati
Price: Rs.299.00 + shipping
Preview
Price: Rs.299.00 + shipping

Processed in 3-5 business days. Shipping Time Extra
Description of "SHRI GAUTAM GOTRANI KULADEVI SHRI SHAKATAMBIKA MATA"

આ ‘શ્રી ગૌતમ ગોત્રની કુળદેવી શ્રી શકટાંબિકા માતા’ પુસ્તક પ્રકાશન કરવાની મારી મહેચ્છાની પ્રેરણાનો યશ અમારાં કુળદેવી આધ્યશક્તિ જગદ્જનની શ્રી શકટાંબિકા સ્વરૂપ માતા અંબિકાને ખોળે જાય છે. કુળદેવી શ્રી શકટાંબિકા માતાની આધ્યાત્મિક પ્રેરણાથી રચાયેલી મારી ભજન કાવ્યરચના સાથે વિશ્વવિધાતા શકટાંબિકાનાં મહાત્મ્ય, અમારાં વંશનાં ગોત્ર સર્જક મહર્ષિ ગૌતમ, અમારાં કુળદેવી શ્રી શકટાંબિકા માતા અને ગોત્રની માહિતી તેમજ ઔદીચ્ય બ્રાહ્મણો, સિધ્ધપુર અને રુદ્રમહાલયનાં ઈતિહાસનાં વિષયને આવરી લેતું આ પુસ્તક એક ઐતિહાસિક, સામાજીક અને કાવ્યાત્મક સ્વરૂપનાં સુંદર સુમેળનાં સંગમ તરીકે તેને પ્રકાશિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ પુસ્તકમાં ઔદિચ્ય બ્રાહ્મણો, બ્રાહ્મણોનાં વિવિધ વર્ગો અને જ્ઞાતિ, ગોત્ર પ્રથા, ગૌતમ ગોત્રનાં ગોત્રીઓની યાદી અને સિધ્ધપુર અને રુદ્રમહાલયનાં ઈતિહાસને વિગતવાર ચર્ચવામાં આવ્યો છે. ઉપરાંત સગોત્ર લગ્ન પર ધાર્મિક પ્રતિબંધનાં વૈજ્ઞાનિક કારણો અને સગોત્ર લગ્નોથી ઉત્પન્ન થતી પ્રજોત્પત્તિમાં ઉદભવતાં ભયંકર રોગોનાં ઉદાહરણો સાથે સંક્ષિપ્તમાં ચર્ચા કરવામાં આવી છે. હાલ આપણાં સમાજનાં ઘણાં સુધારાવાદી, અર્વાચીન અને સાક્ષર બની બેઠેલાં લોકો અને ભારતનાં કેટલાં અણસમજુ રાજનેતાઓ સગોત્ર લગ્નોને ધારાકીય સમર્થન આપવાની હિમાયત કરી રહ્યાં છે એવાં સમયે આ પુસ્તક એ વિષયમાં સમાજને સાચું માર્ગદર્શન આપવામાં સહાયરૂપ બની રહેશે.

About the author(s)

શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યાનો જન્મ પહેલાંનાં મુંબઈરાજ્યનાં થાણા જીલ્લાનાં અને હાલનાં ગુજરાત રાજ્યનાં વલસાડ જીલ્લાનાં પારસીઓ નાં ઐતિહાસિક સ્થળ સંજાણ નજીક ખત્તલવાડા ગામે થયો હતો. સુરતની પી.ટી.સાયન્સ કોલેજમાં અભ્યાસ કરી દક્ષિણ ગુજરાતની વિશ્વવિદ્યાલયમાં રસાયંણ શાસ્ત્ર અને ભૌતિક્શાસ્ત્રમાં બી.એસ.સી.ની સ્નાતક પદવી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ હાફ્કીન ઈંસ્ટીટ્યુટ, પરેલ, મુંબઈમાં અભ્યાસ કર્યાં બાદ વધુ અભ્યાસાર્થે ૧૯૭૬માં ઈંગ્લંડ આવ્યાં હતાં. પરદેશમાં આગમન બાદ અભ્યાસની સાથે સાથે તેમણે આર્ય ધર્મ, સંસ્કૃતિ, પરંપરા અને ભાષાને જીવંત અને જ્વલંત બનાવવાં અભિયાનમાં પોતાનો અમુલ્ય ફાળો પ્રદાન કરવાનાં શ્રી ગણેશ કર્યાં હતાં. તેઓ ઈંગ્લંડની કેટલીક સ્થાનિક સંસ્થાનાં સંસ્થાપક પ્રમુખ અને અન્ય રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સંસ્થાઓનાં સદસ્ય પણ છે. હિંદુ સ્વાતંત્ર્યવીર સ્મૃતિ સંસ્થાનમ નામે તેમણે સ્થાપેલ સંસ્થાએ ભારતનાં મહાન ક્રાંતિકારી સ્વાતંત્ર્યસેનાપતિ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા અને તેમનાં પત્નીનાં અસ્થિકુંભોને તોંતેર[૭૩] વર્ષ પછી ૨૦૦૩માં ભારત લાવવાનાં ભગીરથ કાર્યમાં મહત્વનો અને અગત્યનો ભાગ ભજવ્યો હતો. આ ઉપરાંત ઈંગ્લંડમાં ક્રાંતિગુરુ રાષ્ટ્રપિતામહ પંડિત શ્યામજી કૃષ્ણવર્માના સંસ્મરણોને સજીવન કરી તેમનાં નામ અને કાર્યને સન્માનીત કરાવવમાં શ્રી હેમંતકુમારનું કાર્યસમર્પણ અને ભક્તિભાવ અપુર્વ અને અણમોલ છે.
વિદ્યાર્થીકાળથી લેખન કાર્ય શ્રી હેમંતકુમારનો શોખ રહ્યો છે. તેઓ કાવ્યો, ભજનો, શૌર્યગીતો નાં કવિ અને ધાર્મિક, રાજકીય અને સામાજીક નિબંધોનાં લેખક પણ છે. આપણાં સ્વસ્તિક પ્રતિક પર પ્રતિબંધ લાદવાનાં યુરોપની ધરાસભાનાં ધારાનાં વિરોધ કરવાં લખેલ લેખ ‘’ હેન્ડઝ ઓફ આવર સેક્રેડ સ્વસ્તિકા’ ઘણોજ પ્રખ્યાત છે. તેમણે સંસ્થાના સામાયિક પત્રોનું પ્રકાશન તેમજ પોતાનાં કાવ્યોનું પુસ્તક ‘દર્દ’ અને પોતાનાં લખેલાં રાષ્ટ્રવાદી ગીતોની ઑડિયો સીડી ‘જય હિંદુત્વમ’ પ્રકાશીત કરી છે. આ ઉપરાંત ‘સત્યનારાયણની કથા’, ‘હિંદુ ધર્મ’ અને ‘સ્વામિ વિવેકાનંદ’નું સંક્ષિપ્ત જીવન ચરિત્ર, અને પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનાં જીવન પર આધારીત સંપૂર્ણ રંગીન, દળદાર અને સર્વપ્રથમ ઐતિહાસિક ચિત્રજીવની ‘’ ફોટોગ્રાફિક રેમેનિસન્સ ઓફ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા’ પ્રકાશીત કરવાનો શ્રેય શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યાને ફાળે જાય છે. આ રીતે પરદેશમાં રહેવાં છતાં પણ શ્રી હેમંતકુમારે આપણાં ધર્મ, સંસ્કૃતિ, સાહિત્ય, રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિ જેવાં વિવિધ ક્ષેત્રોમાં પોતાનો અમુલ્ય ફાળો અર્પણ કર્યો છે.

Book Details
Publisher: 
USHA PRAKASHAN
Number of Pages: 
130
Dimensions: 
A5
Interior Pages: Black & White
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)
Other Books in Religion & Spirituality
Beyond Religion
Beyond Religion
by P.V.S.SURYANARAYANA RAJU.
2016 Tarot Book
2016 Tarot Book
by Pankaj Thuain
Suvicharo Nu Navsarjan
Suvicharo Nu Navsarjan
by Jaimeen Chhatrawala
Guiding Words
Guiding Words
by Live the Present
Reviews of "SHRI GAUTAM GOTRANI KULADEVI SHRI SHAKATAMBIKA MATA"
No Reviews Yet! Write the first one!

Payment Options

Payment options available are Credit Card, Indian Debit Card, Indian Internet Banking, Electronic Transfer to Bank Account, Check/Demand Draft. The details are available here.